Posterous theme by Cory Watilo

Fw: Gujarati

--- On Tue, 29/3/11, ashwin tilak <joyha61@yahoo.com> wrote:


From: ashwin tilak <joyha61@yahoo.com>
Subject: Gujarati
To:
Date: Tuesday, 29 March, 2011, 7:34 AM

 દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે..

દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે..
જરા નઝર તો નાખ આંખ સામે જ કબર દેખાય છે..
ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે..
દિવાળી હોય કે હોળી બધું ઓફીસમાં જ ઉજવાય છે..
આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે..
લગ્નની કંકોત્રી મળે ત્યારે શ્રીમંતમાં માંડ જવાય છે..
પાંચ આંકડાનો પગાર છે પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે..
બસ Facebook અને Yahoo પર જ જાણે બધી લાગણીઓ વહેંચાય છે..
પત્નીનો ફોન બે મિનીટમાં કપાય છે..
પણ Client નો કોલ ક્યાં કપાય છે..
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે..
હવે તો ઘરના પ્રસંગો પણ Half Day માં ઉજવાય છે..
કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે..
થાકેલા છે બધા છતાય લોકો ચાલતા જાય છે..
કોઈકને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે..
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે..
દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે..
જરા નઝર તો નાખ આંખ સામે જ કબર દેખાય છે..